<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1375 રૂપિયા બોલાયો: જાણો 21 યાર્ડના ભાવ ;જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 829.39 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 829.39 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1375 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં ઉંચો ભાવ 1093 રૂ. અને નીચો ભાવ 870 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસાવદરમાં 1251 રૂ., ગોંડલમાં 1221 રૂ., હળવદમાં 1125 રૂ., જેતપુરમાં 1101 રૂ., મહુવામાં 1093 રૂ., ધ્રોલમાં 1090 રૂ., જસદણમાં 1080 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 829.39 ટન મગફળીની આવક થઇ છે.

(9:34 PM IST)