તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 2nd April 2025
ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ
ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું ; ખેડૂતોના ખરીફ પાકમાં નુકસાની થવાની શકયતા

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠું પડતાં પાકને નુકસાનીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે.
રાજ્યમાં ભર ઉનાળે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળા-ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ડાંગ-આહવા તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાકમાં નુકસાની થવાની શકયતા વર્તાઈ રહી છે.
ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ડાંગમાં આજે બુધવારે ચાર વાગ્યાના અસરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તેમજ ગિરિમથક સાપુતારા અને ચિંચલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
