તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિને પાસામાં જેલ હવાલે કરતી એલ.સી.બી, નર્મદા ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સખત અટકાયતી પગલા લેવા સુચના અને માર્ગદર્શન આપતા આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાઓ દ્વારા મંજુર કરેલ પાસાની દરખાસ્તના શખ્શ અશોક કેશરીમલ માલી( રહે. કંબોડીયા તા.નેત્રંગ જી.ભરુચ) નાને પકડી લઈ જુનાગઢ જેલ હવાલે કરતી એલ.સી.બી ટીમ નર્મદા આ વ્યક્તિ પ્રોહીબિશન ના અનેક ગુનાઓ માં સંડોવાયેલ હોવાથી તેને પકડી જૂનાગઢ જેલ માં ધકેલી દેવામાં આવ્યો છે.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
