તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
અક્તેશ્વર ચોકડી પાસે IPL ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સો ને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા દ્વારા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં ઓનલાઇન ચાલતા સટ્ટા-બેટીંગનો ધંધો કરતા શખ્શોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના અને માર્ગદશન મુજબ આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો જયેશભાઈ કાનજીભાઈ એલ.સી.બી નર્મદા નાઓને બાતમી મળેલ કે, ગરૂડેશ્વર પો.સ્ટે.વિસ્તારના અકતેશ્વર ચોકડી ખાતે ખુલ્લી જગ્યામાં બે ઇસમો હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ પંજાબ કિગ્સ V/S લખનૌઉ સુપર જાયાટ્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમી રહેલ છે. જે બાતમી ના આધારે અકતેશ્વર ચોકડી ખાતે રેઇડ કરતા IPL ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમી-રમાડતા બે શખ્શો પૈકી (૧) આકાશકુમાર જગરામભાઈ કુશવાહા (મુળ રહે.પિયા નિરજપુર તા.ઉરાઈ જી.જાલીન(યુ.પી) હાલ રહે,ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની સામે તા.ગરૂડેશ્વર જી.નર્મદા) તેમજ (૨) જશુભાઈ ધીરજભાઈ તડવી (રહે.ચીચડીયા નદી ફળીયા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ જણાઇ આવેલ, આ બન્ને ઇસમોના મોબાઇલ ચેક કરતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર ક્રિકેટ લાઇન ગુરૂ ઉપર પજાબ કિંગ્સ V/S લખનૌઉ સુપર વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇનમાં સટ્ટા બેટીંગની લેવડ-દેવડની વિગતો મળી આવેલ. તેમજ તેના પાસેથી સટ્ટા બેટીંગ અંગેના રોકડા રૂ.૨,૨૯૦/- તથા મોબાઇલ-નંગ.૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૭,૨૯૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જતાપકડાયેલ ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
