<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરી : કોના વાંકે ડીપી સળગી

હોસ્પિટલ બહાર વીજ કંપનીએ મૂકેલા ટ્રાન્સફોર્મર માં અચાનક આગ લાગતા સિવિલ સ્ટાફ ફાયર બોટલોથી આગ પર કાબુ મેળવ્યો: વીજ કંપની દ્વારા ત્યાં ચેકીંગ કરતા સિવિલની અંદર કોઇ મશીનરીમાં ગરબડ હોવાનું તારણ

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી હતી જોકે હાજર સ્ટાફ આગ પર કાબુ મેળવ્યો હતો

મળતી માહિતી અનુસાર સવારે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના મુખ્ય દ્વાર પાસે લાગેલા વીજ કંપનીના ડીપી (ટ્રાન્સફોર્મર) માં અચાનક આગ લાગતા ત્યાં ઉબેલા રિક્ષા ચાલકો અને આસપાસની લારી, ગલ્લા વાળાના જીવ તાળવે ચોંટયા હતા અને બૂમાબૂમ થતા સિવિલ નો સ્ટાફ અંદર થી ફાયર એક્સ્ટિંગ્યુસર લઈ તાબડતોબ છંટકાવ કરતા આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે સિવિલ સ્ટાફ માંથી એમ જાણવા મળ્યું હતું કે ઓવરલોડ અને આજે વધુ ગરમી હોવાના કારણે આ આગ લાગી હશે પરંતુ ત્યાં પહોંચેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની ની ટીમ એ ચેકીંગ કરતા કંઈક અલગ જ કારણ બહાર આવ્યું હતું.
બોક્સ: રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઇજનેર ચિંતન પટેલએ જણાવ્યું કે અમે ટીમ સાથે સિવિલ પાસે સળગેલા ડીપી ની ચકાસણી કરી પરંતુ તેમાં વીજ કંપની તરફથી કોઈ ખામી જણાઈ નથી અમારી તપાસ માં સિવિલ હોસ્પિટલ માં જ કોઈ મશીન કે અન્ય તકલીફ આવતા આ આગ ની ઘટના બની છે. સિવિલ સત્તાધીશો એ તેમના એન્જિનિયર ને બોલાવ્યા છે એ આવી ચકાસણી કરશે ત્યારબાદ હકીકત જાણવા મળશે.

(10:34 PM IST)