તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
નર્મદે હર ના નાદ સાથે આગળ વધી રહી છે પંચકોષી નર્મદા પરિક્રમા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અહીં ખૂબ જ સારી વ્યવસ્થાઓ મળી રહી છે:ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ઉત્તરવાહિની પરિક્રમા કરી નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરતા પરિક્રમાવાસીઓ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિની માં નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમા અર્થે ઉમટી રહ્યાં છે.
તા. ૨૯મી માર્ચથી શરૂ થયેલી પરિક્રમા ”નર્મદે હર” ના નાદ સાથે શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. ત્યારે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરીમાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઉભી કરાયેલી સુવિધાઓથી આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુંબઈથી પરિક્રમા અર્થે આવેલા અને સતત ત્રણ વર્ષથી પરિક્રમા કરતા રાજ તેંડુલકરે કહ્યું કે, હું જેટલી વખત અહીં આવ્યો છું તેટલી વખત કંઈક ને કંઈક બદલાવ જોવા મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અહીં ખૂબ જ સારી વ્યવસ્થાઓ મળી રહી છે. અહીંના લોકોનો આવકાર અને વ્યવહાર પણ ખૂબ સારો છે. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની ખૂબ કાળજી લેવામાં આવી રહી છે, જે બદલ હું ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.
અન્ય પરિક્રમાવાસીઓ એ જણાવ્યું કે નાગરિકોએ અવશ્ય આ પરિક્રમા કરવી જોઈએ. અહીંના લોકોનો સ્વભાવ ખુબ જ સારો છે તેમજ વિશ્રામની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ખૂબ સારી કરવામાં આવી છે. આ પરિક્રમા કાયમ થતી રહે તેવી અમે આશા રાખીએ છીએ.
શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે પરિક્રમા રૂટ પર આવતા ગામોના સેવાભાવી નાગરિકો પણ પદયાત્રીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. પરિક્રમાર્થીઓને રસ્તમાં પાણી, નાસ્તા, આરોગ્યની સુવિધા મળી રહે તે પ્રકારની તમામ સુવિધા અને પોલીસ વિભાગ દ્વારા રાત-દિવસ પોલીસ બંદોબસ્ત થકી સલામતીની વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. આ પરિક્રમા ૨૪ કલાક ચાલી રહી છે
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
