તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ડભોઇના પરિક્રમાવાસીનો રેંગણ ઘાટ પર ગુમ થયેલ મોબાઈલ પોલીસે એક કલાકમાં શોધી પરત આપ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: હાલમાં ચાલી રહેલ મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમામાં ડભોઇના નિલેશભાઈ પટેલ તેઓના પરિવાર સાથે ઉત્તરવાહીની પરિક્રમા અર્થે આવેલા જ્યાં રેગણ ઘાટ ખાતે રાત્રિના તેઓનો મોબાઇલ ફોન ગુમ થઈ ગયેલ જેથી તેઓએ તપાસ કરતા મળી આવેલ નહીં, તેઓ એ આ બાબતની જાણ ફરજ પર હાજર પોલીસને કરેલ અને તેઓ ત્યાંથી પરિક્રમા અર્થે નીકળી ગયેલ હતા. જે બાબતે પોલીસે તુરત જ પરિક્રમા રૂટ પર લગાવેલ સી.સી.ટીવી કેમેરા તથા પોલીસ દ્વારા તપાસ કરી એક જ કલાકમાં આ શ્રદ્ધાળુનો મોબાઈલ શોધી આપી તેઓને પરત કરવામાં આવેલ. આમ નર્મદા પોલીસે પરિક્રમા માં પણ ઝડપી અને સરાહનીય કામગીરી દેખાડી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
