<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજપીપળા કાળકા માતાજીના મંદિરે અન્નકૂટ દર્શન માં ભક્તો ની ભીડ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના કાળકા માતાજીના મંદિરે અન્નકૂટના દર્શનના લ્હાવો લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા

   માં શક્તિનું આરાધના પર્વ એટલે નવરાત્રી, માં આદ્ય શક્તિની આરાધના માટે ગુજરાતમાં બે નવરાત્રી ઉજવાય છે એક શરદ ઋતુમાં આસો નવરાત્ર અને બીજી વસંત ઋતુ માં ચૈત્ર નવરાત્રી, ત્યારે રાજપીપળામાં આસો માસ ની નવરાત્ર માં માં હરસિદ્ધી માતા નો મેળો ભરાય છે. તથા ચૈત્ર માસ માં પૌરાણિક એવા કાળકા માતાના મંદિરે મેળો ભરાય છે. ચૈત્ર મહિનાની નવરાત્ર માં રાજપીપળામાં આવેલા પૌરાણિક કાલિકા માતા ના મંદિરે માનવ મહેરામણ ઉમટે છે અને આજરોજ રાજપીપળા માં શ્રી કાળકા માતાજી મંદિર ખાતે અન્નકૂટ દર્શન પાંચમ ને બુધવાર બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો

(10:42 PM IST)