તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
પુરુષાર્થ ફાઉન્ડેશન રાજપીપળા સંસ્થા ૬૦ જેવા HIV પીડિતો ને ન્યુટ્રિશન કીટ આપી મદદરૂપ બની

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ઘણા એચઆઇવી પીડિતો હાલ સારવાર લઈ રહ્યા છે અને સરકાર દ્વારા મફત દવા અને જરૂરી ટેસ્ટ પણ રાજપીપળા સિવિલ ખાતે થઈ રહ્યા છે પરંતુ આ જિલ્લામાં મોટાભાગના એચઆઇવી પીડિતો ની આર્થિક સ્થિતિ ઘણી નબળી હોય તેઓ દવા સાથે જરૂરી ખોરાક લઈ શકતા નથી માટે રાજપીપળા ની પુરુષાર્થ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજરોજ ૬૦ જેવા HIV પીડિતો ને ન્યુટ્રિશન કીટ આપી આ સંસ્થા મદદરૂપ બની હતી.
આમ તો દરેક મોટા તહેવારોમાં પણ કોઈને કોઈ સંસ્થા તરફથી તહેવારને અનુરૂપ વસ્તુ એચઆઇવી પીડિતો ને ભેટ આપવા પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ન્યુટ્રિશન કીટ આ પીડિતો માટે ખાસ જરૂરી છે અને આ કીટ
પુરુષાર્થ ફાઉન્ડેશન રાજપીપળા તરફથી અપાતા તમામ પીડિતો ખુશ જોવા મળ્યા હતા.
આ કીટ વિતરણ કાર્યક્રમમાં ડો. હરેશ કોઠારી, તબીબી અધિક્ષક, ડો. સેજલ મેડમ, નોડલ ઓફિસર, સ્મિતા પટેલ, નાયબ નર્સિંગ અધિક્ષક, ડો. પ્રેરક આનંદ, સંદીપભાઈ પટેલ, કાઉન્સિલર, સીમા રોહિત પુરુષાર્થ ફાઉન્ડેશન તેમજ એઆરટી સેન્ટર ના કાઉન્સિલર જીગ્નેશ પરમાર, સ્ટાફ નર્સ નીલમ વસવા, લેબ ટેક્નિશિયન ખૂબી ભટ્ટ સાથે સમગ્ર પ્રોજેક્ટ ના હેલ્થ પ્રમોટર માં ગીતાબેન પટેલ અને હેતલબેન ખત્રી, માનસિંગભાઈ દ્રારા ART સેન્ટર, GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, રાજપીપળા ખાતે સારવાર લેતા વ્યક્તિઓને ન્યુટ્રિશનલ કીટ (સોયાબીન વડી, મગ, ચણા, સીંગદાણા, મગ, મગદળ, તુવર દાળ, ગોળ) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
