<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજપીપળામાં ચૈત્ર માસે કાછીયા સમાજ દ્વારા પુંજા કરાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં હાલ ચાલી રહેલા ચૈત્ર માસ દરમિયાન અનેક મંદિરો માં ભાવિક ભક્તો દ્વારા પુંજા અર્ચના થાય છે અને રાજપીપળા કાળકા માતાજીના મંદિરે તો દર વર્ષની જેમ આ વર્ષે મેળો પણ ભરાયો છે ત્યારે આ પવિત્ર માસ માં રાજપીપળાના કાછીયા સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ પુંજા કરવામાં આવી હતી.

રાજપીપળામાં પવિત્ર ચૈત્ર માસે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કાછીયા સમાજ દ્વારા ઉજાણી રાખી પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજપીપળા મહાકાળી માતાજી મંદિરની નજીક રહેતા ખેડૂત પરિવાર વર્ષોથી માતાજીના પ્રાંગણમાં પૂજા કરે છે જેનો ઉદ્દેશ્ય દેશના ખેડૂત પરિવાર સુખી રહે તેમજ આપણા દેશ ના જવાનોનુ આરોગ્ય સારું રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

(10:44 PM IST)