તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા દ્વારા ગામે ગામ રામનવમી નિમિત્તે રામોત્સવ યોજવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગામે ગામ જઈને નાના નાના ગામોમા સંપર્ક કરીને રામનવમી નિમિતે રામોત્સવ યોજવામાં આવ્યો જેમાં તારીખ 01/04/2025 ના રોજ નર્મદા જિલ્લા ના નાંદોદ પ્રખંડ ના બોરિદ્રા ગામમાં રામોત્સવ યોજાયો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા સહમંત્રી જયદિપસિંહ ચાવડા, જિલ્લા સત્સંગ પ્રમુખ મીરાભાઈ વસાવા, નાંદોદ પ્રખંડ મંત્રી મહેન્દ્રભાઈ પટેલ, નાંદોદ પ્રખંડ બજરંગ દળ સહ સંયોજક જયદીપભાઈ મહંત, નાંદોદ પ્રખંડ બજરંગ દળ સહ સંયોજક વિશ્વાસભાઈ પટેલ અને બોરિદ્રા ગામના રામભક્તોએ હાજરી આપી
જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે તારીખ 01/04/2025 ના રોજ નર્મદા જિલ્લા ના નાંદોદ પ્રખંડ ના કાંદરોજ ગામમાં રામોત્સવ યોજાયો જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નાંદોદ પ્રખંડ ના અધ્યક્ષ વૈભવભાઈ પટેલ, કાર્યકર તેજસભાઇ પટેલે અને ગામના રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
