તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
અલગ અલગ ગુનાઓમાં દેડિયાપાડા પોલીસે કબજે કરેલા વાહનોના નિકાલ માટે રજૂઆત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં કબ્જે કરેલા વાહનોના નિકાલ માટે પોલીસે રજૂઆત કરી છે
રજૂઆત મુજબ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અલગ અલગ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ વાહનો પૈકી ડીટેઇન કરવામાં અવેલ વહનોમાં હાલ પોલીસ સ્ટેશનમાં પેન્ડીંગ રહેલ વાહનોના નિકાલ માટે વાહનોના માલિકોને ત્રણ ત્રણ વાર નોટીસો ઇશ્યુ કરવામાં આવેલ છતા. વાહનોના માલિકો આ વાહનો છોડાવી જતા નથી જેથી વાહનો સાચવી રાખવાની તકલીફ પડતી હોય તેમજ જગ્યાનો પણ અભાવ હોવાથી અને વાહનો લાબા સમય સુધી પડી રહેવાથી ખરાબ થઇ જતા હોવાથી વાહનોના નિકાલ કરવા કાર્યવાહી કરવા બાબતે ઉપરી અધિકારીને રજૂઆત કરાઇ છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
