<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

બાવળામાં આડા સબંધની શંકાએ પ્રેમિકાની છરીના આડેધડ ઘા ઝીંકીને કરપીણ હત્યા: પ્રેમીની ધરપકડ

પતિ સાથે છૂટાછેડા થયા બાદ લાલીબેનની મનસુખ રાવળ નામના વ્યક્તિ સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગરમાં આડા સબંધની શંકાએ મહિલાની છરીના આડેધડ ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે મૃતકના પ્રેમીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળાના રામનગરમાં રહેતા લલિતાબેન ઉર્ફે લાલીબેન ઠાકોર (35)ના અગાઉ લગ્ન થયા હતા, જે લગ્નજીવનથી તેમને સંતાનમાં બે બાળકો પણ છે. જો કે પતિ સાથે મનમેળ ના રહેતા લાલીબેને છૂટાછેડા લઈ લીધા હતા. પતિ સાથે છૂટાછેડા થયા બાદ લાલીબેનની મનસુખ રાવળ નામના વ્યક્તિ સાથે આંખો મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

જો કે છેલ્લા થોડા સમયથી મનસુખ રાવળ પોતાની પ્રેમિકા લાલીના અન્ય પુરુષ સાથે આડાસબંધ હોવાની શંકા રાખીને ઝઘડા કરતો હતો. આજે પણ આડાસબંધને લઈને મનસુખ અને લાલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા મનસુખે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને લાલીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

બીજી તરફ આ બનાવની જાણ થતાં બાવળા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં લોહીના ખાબોચિયામાં લાલીબેનની લાશ પડી હતી. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને હત્યારા મનસુખ રાવળની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


 

(12:12 AM IST)