News of Friday, 4th April 2025
સમય મર્યાદામાં અપીલ કરવામાં આવી નહીં હોય તો લેઝરમાંથી જીએસટીની વસુલાત
ટેક્સની નોટિસ આપ્યા બાદ ૩૦ દિવસમાં અપીલ કરવાનો નિયમ ન અપીલ કરે, ન ટેક્સ ભરે એવા લોકો પાસે વસુલાત કરવાની તરકીબ

રાજકોટ તા.૪: જીએસટી વસૂલાત કરવા માટે હવે વિભાગ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરી છે, કારણ કે ટેક્સ ભરવા માટેની નોટિસ આપ્યાના ૩૦ દિવસમાં અપીલ પણ કરવામાં આવી નહીં હોય અને ટેક્સ પણ ભરતા નહીં હોય તેવા વેપારીઓ પાસેથી વસુલાત કરવા માટે નવી તરકીબ વિભાગ દ્વારા અપનાવવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળી છે.
જીએસટી વિભાગે ટેક્સ વસૂલાત કરવા માટે જે રીતે અપનાવવામાં આવી છે તે યોગ્ય નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે, કારણ કે ટેક્સની વસૂલાત કરવા માટે નોટિસ
વસૂલાત વધારવા માટે કરાયેલી કાર્યવાહી : બોગસ બિલિંગના કેસ પકડાયા પછી વસુલાતની કામગીરી ધાર્યા પ્રમાણે કરવામાં આવતી નહીં હોવાની સમયાંતરે ફરિયાદ ઉઠતી હોય છે. તેમાં પણ નાના વેપારીઓ પાસેથી વસુલાતની કામગીરી કરી દેવામાં આવે છે. પરંતુ કૌભાંડ કરનાર મુખ્ય સુત્રધાર પાસેથી વસુલાત કરવાની વાત તો દુર રહી તેના સુધી કેટલાક કિસ્સામાં તો પહોંચી પણ શકાતા નથી. જો મુખ્ય સુત્રધાર પાસેથી તમામ રકમની વસુલાત કરવામાં આવે તો જીએસટીની આવકમાં ધરખમ વધારો થઇ શકે તેમ છે. પરંતુ તેના બદલે વેપારીઓના લેઝરમાં પડેલો રકમમાંથી જ બારોબાર વસુલાત કરીને પોતાનો લક્ષ્યાંક ઊંચો બતાવવા માટે નીતનવા ગતકડા અપનાવવામાં આવી રહ્યા હોવાની હકીકતો બહાર આવી છે.
આપ્યા બાદ પશુ ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત તેની મિલકત સીઝ કરીને પણ વસૂલાત કરવામાં આવતી હોય છે. પરંતુ
વેપારીના ઈલેક્ટ્રોનિક લેઝરમાં પડેલી રકમ બારોબાર વસુલાત કરવામાં આવે તે યોગ્ય નહીં હોવા છતાં અધિકારીઓએ વસૂલાત કરતા આગામી દિવસોમાં તેનો વિવાદ પણ થવાની શકયતા ઊભી થઇ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
