<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ન્‍યાય પથઃ સંકલ્‍પ, સમર્પણ, સંઘર્ષઃ કોંગીના રાષ્‍ટ્રીય અધિવેશનનો પ્રચાર

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગરઃ મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના ગુજરાતમાં સાબરમતી નદીના તટે તા. ૮,૯ એપ્રિલના રોજ ઓલ ઇન્‍ડીયા કોંગ્રેસ કમિટિનું અધિવેશન મળી રહયું છે.  અધિવેશન માટેનું પ્રથમ પોસ્‍ટર રિલીઝ કર્યુ. અધિવેશનનાં કામકાજ માટે ઉપયોગમાં લેવાતી કાર-ગાડી પાછળ લગાવવા માટે ગુજરાત કોંગ્રેસએ પ્રચારાત્‍મક સ્‍ટીકર જાહેર કર્યુ છે. જેમાં ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરૂના ફોટા તેમજ કોંગ્રેસના વર્તમાન નેતાઓના ફોટા છે. ન્‍યાયપથ ‘સંકલ્‍પ, સમર્પણ, સંઘર્ષ' એવું લખેલુ છે.

(1:30 PM IST)