News of Friday, 4th April 2025
સાધુના બફાટના વિરોધમાં મોગલધામ કબરાઉના બાપુના ઉપવાસ પૂર્ણ : પારણા કર્યા:પગલાં લેવા સરકારની ખાતરી
વેદરોડ ગુરુકુળના નિલકંઠચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશજી વિશે કરેલા નિવેદનનો ભારે વિરોધ :મોગલધામ કબરાઉના મણિધર બાપુએ ચીમકી આપીને ઉપવાસ શરૂ કર્યા હતા

અમદાવાદ : છેલ્લા કેટલાક મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વીડિયો વાઈરલ થતાં વારંવાર વિવાદ થઈ રહ્યો હતો. સુરતના વેદરોડ ગુરુકુળના નિલકંઠચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશજી વિશે કરેલા નિવેદનનો ભારે વિરોધ થયો હતો. જે બાદ મોગલધામ કબરાઉના મણિધર બાપુએ ચીમકી આપીને ઉપવાસ શરૂ કર્યા હતા. જેમાં હવે મણિધર બાપુએ પારણા કરીને ઉપવાસ પૂર્ણ કર્યો છે.
મળતી વિગતો મુજબ કચ્છના કબરાઉમાં આવેલા મોગલધામના મણિધર બાપુએ ગઈકાલે સ્વામિનારાયણના સાધુઓ દ્વારા કરવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. જે બાદ આજે સવારે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પારણા કરીને ઉપવાસ પૂર્ણ કર્યા હતાં. આ પછી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. જેમાં સરકાર તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે, મણિધર બાપુએ રજૂ કરેલા મુદ્દા પર સરકાર પગલા લેશે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
