<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અમદાવાદમાં મહિલાને 7 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ રૂપિયા પડાવ્યા

પોશ વિસ્તારની મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની વાત બાદ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી મહિલાને 7 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું જણાવી મહિલા પાસે ભેજાબાજોએ 7 મહિનાના ગાળામાં જુદા-જુદા સમયે રકમ પડાવી હતી.

ભેજાબાજોએ પોશ વિસ્તારની મહિલાને ગંભીર ગુનામાં સંડોવણીની ધમકી બાદ ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. મહિલાએ આ બાબતે સતત વીડિયો કોલ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે નકલી પોલીસ અધિકારીએ થોડા થોડા દિવસે વીડિયો કોલ અને રોજ ત્રણ વાર એવરી થિંગ ઓકેનો મેસેજ કરવાની શરત મૂકી હતી.

ડિજિટલ એરેસ્ટના મોટા બનાવોમાં રૂપિયા વિદેશમાં હવાલાથી જતા હોય છે. જેમાં કંબોડિયા ગેંગ વાયા દુબઈ કે નેપાલ આ રકમ સ્થાનિક ખાતામાંથી ઉપાડી એજન્ટો દ્વારા કંબોડિયા મોકલાતા હોય છે. ત્યારે આ બનાવમાં પણ રૂપિયા કંબોડિયા પહોંચ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 

(2:10 PM IST)