News of Friday, 4th April 2025
PI કક્ષાના અધિકારીઓએ સાંજે 4 થી 6 વચ્ચે લોકોને મુલાકાત આપવાની રહેશે : મુલાકાતીઓની લેખિત અરજી સ્વીકારીને કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ સ્ટેશનના પીઆઇ માટે સૂચનો
બપોરે 12 થી 2 ACPથી ઉપરના અધિકારી સાથે નાગરિકો મુલાકાત કરી શકશે : દરેક PI એ દરરોજ 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે :વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવાની સૂચના : સરપ્રાઈઝ ચેકિંગ ઉચ્ચ અધિકારીઓએ કરવાનુ રહેશે

અમદાવાદ તા.૪ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર જનતા માટે કાનુની મદદ વધારે સરળ બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવવા શહેરના દરેક પોલીસ સ્ટેશનના પીઆઇ માટે સૂચનો જારી કરાયા છે
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર જનતા માટે કાનુની મદદ વધારે સરળ બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવવા શહેરના દરેક પોલીસ સ્ટેશનના પીઆઇ માટે સૂચનો જારી કરાયા છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનો પર નજર કરીએ .
-દરરોજ 2 કલાક મુલાકાતીઓને મળવા સૂચના
-PI કક્ષાના અધિકારીઓએ સાંજે 4 થી 6 વચ્ચે લોકોને મુલાકાત આપવાની રહેશે
-મુલાકાતીઓની લેખિત અરજી સ્વીકારીને કાર્યવાહી કરવા અપાઈ સૂચના
-બપોરે 12 થી 2 ACPથી ઉપરના અધિકારી સાથે નાગરિકો મુલાકાત કરી શકશે
-દરેક PI એ દરરોજ 6 થી 9 પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે
-વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવાની સૂચના
-PI કામ કરે છે કે નહીં તેનું સરપ્રાઈઝ ચેકિંગ ઉચ્ચ અધિકારીઓએ કરવાનુ રહેશે
-PIએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું
-રાત્રે 9 થી 12 પોલીસ સ્ટેશનમાં અને તપાસને લગતા કામ કરવાના રહેશે
-રાત્રે 12 વાગ્યા પહેલા પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં..
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
