<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ગુજરાતમાં વન અને પર્યાવરણ વિભાગ ના વર્ગ 3 સંવર્ગના 73 કારકુનને પ્રમોશન : અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા કારકુનને સિનિયર ક્લાર્કમાં બઢતી મળી

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને અન્ય તાબાની કચેરીઓ ખાતે કારકુન, વર્ગ-૩ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને સિનિયર ક્લાર્ક, વર્ગ -૩ સંવર્ગમાં બઢતી આપવામાં આવી

અમદાવાદ તા.૪ : વન અને પર્યાવરણ વિભાગને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે વન અને પર્યાવરણ વિભાગ ના વર્ગ 3 સંવર્ગના 73 કારકુનને પ્રમોશન મળ્યું છે. વિગતો મુજબ અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા કારકુનને સિનિયર ક્લાર્કમાં બઢતી મળી છે. મહત્વનું છે કે, વન અને પર્યાવરણ વિભાગ હેઠળના 73 કારકુન ને તેમની હાલની જગ્યા ઉપર બઢતી મળી છે. આજે વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશ થયા છે.

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી અને અન્ય તાબાની કચેરીઓ ખાતે કારકુન, વર્ગ-૩ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને સિનિયર ક્લાર્ક, વર્ગ -૩ સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. આ અંતર્ગત વન અને પર્યાવરણ વિભાગ હેઠળના 73 કારકુન ને તેમની હાલની જગ્યા ઉપર બઢતી મળી છે.

વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશમાં જણાવાયું છે કે, બઢતીના ઉપર્યુક્ત હુકમો તેમનાથી કોઇ સિનિયર હોય તો તેમની પ્રવરતાના હક્કોના પૂર્વગ્રહ વિના તથા સંબંધિત આખરી પ્રવરતા માં કોઇ ફેરફાર થાય તો થનાર આવશ્યક ફેરફારોને આધીન અને નામદાર ગુજરાતની વડી અદાલતમાં તેમજ અન્ય અદાલતોમાં આ અંગેના પડતર કોર્ટ કેસોના ચુકાદાને આધીન રહેશે.

(2:50 PM IST)