News of Friday, 4th April 2025
હથિયાર સાથે રિલની પોસ્ટ મૂકી માભો જમાવવો મોંઘો પડયો..૩૦૦ એકાઉન્ટ્સ ડિલીટ
સાવધાન... છરી, ચાકા કે રિવોલ્વર સાથે રીલ મૂકયા તો સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ચોકડી લાગી જતાં વાર નહિ લાગ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા ટીમનો સપાટોઃ આખા રાજ્યમાં તુરંત અમલ

રાજકોટ, તા.,૪: સોશ્યલ મીડિયા પર છવાઈ જવા માટે ઘણા લોકો અવનવા અખતરા કરી રહ્યા છે, પણ આવા અખતરા હવે ખતરારૂપ બનવા સાથે કાયદાકીય દંડો વિંઝાતા વાર નહિ લાગે એવું સમજી જજો. રિલ બનાવવાની લાયમાં પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર છરી, ચપ્પા, રિવોલ્વર વગેરે મૂકો ઈન ડાયરેક્ટ અન્યોને ડરાવવામાં પ્રયત્ન કરનાર અંદાજે ૩૦૦ લોકોના સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજીયા ટીમ દ્વારા ૩૦૦ થી વધુ એકાઉન્ટ ડિલીટ કરાવી નાખતા સન્નાટો મચી ગયો છે. રાજ્યભરમાં સુરત પેટર્ન અમલ કરાવવા ટોચ લેવલે તજવીજ શરૂ થયેલ છે.
ઉક્ત બાબતે અકિલા સાથેની વાતચીતમાં ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવેલ કે પોલીસ કમિશનર સાથેની ચર્ચા પછી આવા એકાઉન્ટ્સ પર જે પોસ્ટ થતી તેના પર અમારી ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી.
આ બાબતે જરૂરી માહિતી મેળવી લોકોને ડરાવવા માટે આવી પોસ્ટ દ્વારા પ્રયાસ થતા હતા તે સામે ક્રાઇમ બ્રાન્ચે તાકીદે ગુન્હા નોંધવા શરૂ કરતાં આવા ઘણા તત્વો આવી પોસ્ટ ડિલીટ કરવા લાગ્યા હતા.અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી પોલીસ દ્વારા પણ આવી ભય ફેલાવવાના ઇરાદે થતાં આવા એકાઉન્ટ જ રદ કરાવેલ જેની સંખ્યા ૩૦૦ નો આક વટાવી ગયેલ છે.
સામાન્ય લોકો દ્વારા ક્રાઇમ બ્રાંચની આવી કાર્યવાહીને બિરદાવવામાં આવેલ છે. (૪.૨૩)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
