<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

માર્ચ ૨૦૨૫ના અંતે La Niña સંકેતો નિષ્‍ફળ ગયા - ENSO Neutral સ્‍થિતિ પ્રસ્‍થાપિત રહી

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલનું વિશ્‍લેષણ અને ટીપ્‍પણી

ભારતીય હવામાન વિભાગ તથા અનેક આંતરરાષ્‍ટ્રીય હવામાન એજન્‍સીઓ અને ખાનગી સંસ્‍થાઓએ ૨૦૨૪ના ભારતીય દક્ષિણ પヘમિ ચોમાસા દરમિયાન La Niña ના વિકાસ થવાનું અનુમાન વ્‍યક્‍ત કર્યું હતું. છેલ્લે મે ૫ માર્ચે એક બ્‍લૉગ પોસ્‍ટ પ્રસિદ્ધ કરી હતી - "The Second La Niña Threshold Achieved at the End of February ૨૦૨૫ - Will It Sustain?ૅ ખેર, તે ટકી ન શકયું. La Niña Signals Fizzle by End of March ૨૦૨૫. હવે આ બે La Niña thresholds ને ENSO Neutral સ્‍થિતિ તરીકે જ ગણવામાં આવશે. મારો વિપરીત અભિગમ ધરાવતા દ્રષ્ટિકોણ સાથે, જુલાઇ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ સુધી દરમહિને બ્‍લોગ પોસ્‍ટ દ્વારા વિવાદાત્‍મક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. આ એપ્રિલ પોસ્‍ટ ર્ન્‍ી Niña ઘટનાઓના સમાપ્ત થવાને લઈને અભિપ્રાય છે.

સંપૂર્ણ વિકસિત La Niña શું છે? આગાહી કરાયેલી La Niña કેમ ઉદ્ભવી નહીં, તે સમજવા માટે NOAA ની ENSO (El Niño-Southern Oscillation) માટેની વિધિવત વ્‍યાખ્‍યાઓ અનુસાર સંપૂર્ણ વિકસિત La Niña શું છે તે સમજવું જરૂરી છેઃ

El Niño તે સમયે બને છે જ્‍યારે Oceanic Niño Index (ONI)  ૅ ૦.૫ºC અથવા તેથી વધુ હોય.

La Niña તે સમયે બને છે જ્‍યારે ONI -૦.૫ºC અથવા તેથી ઓછી હોય.

કોઈ ઘટના સંપૂર્ણ El Niño અથવા La Niña તરીકે વર્ગીકળત થવા માટે, ONI થ્રેશોલ્‍ડ ઓછામાં ઓછા પાંચ સતત ત્રિમાસિક સિઝન માટે ૫ાપ્ત થવો અથવા વટાવવો જોઈએ.

ONI ÍõËë CPC – NWS – NOAA દ્વારા આપવામાં આવ્‍યો છે અને તે અહીં ઉપલબ્‍ધ છે.  here Niño3.4 SST નો અંદાજઃ જાન્‍યુઆરી ૨૦૨૫: -૦.૭૩°C, ફેબ્રુઆરી ૨૦૨૫: -૦.૪૩જીઘ્‍ અને માર્ચ ૨૦૨૫: -૦.૦૧°C. આ પ્રમાણે JFM ૨૦૨૫ માટે ONI -૦.૪°C આવે છે, જેથી માર્ચ ૨૦૨૫ના અંતે La Niña નો ત્રીજો થ્રેશ હોલ્‍ડ જળવાયો નહિ જેથી La Niña વિકાસ ખતમ થયો ગણાય. આ પરિસ્‍થિતિ શકયતા દર્શાવવામાં આવી હતી કારણ કે Niño1.2 અને Niño3 SST ફેરફાર અસામાન્‍ય રીતે ગરમ જોવા મળ્‍યા હતા. તેથી, ઐતિહાસિક દૃષ્ટિએ AMJ ૨૦૨૪ થી લઈ JFM ૨૦૨૫ સુધી ચ્‍NSO Neutral સ્‍થિતિએ ગણાશે. ENSO સ્‍થિતિનું પુનઃ વિચારઃ La Niña વિકસિત થવામાં નિષ્‍ફળ ગયું તો પણ જયારે Niño પ્રદેશોની (SST) ના માપદંડોના સુધારણા ૧૯૯૬-૨૦૨૫ના આધારકાળને ધ્‍યાને રાખીને કરવામાં આવશે ત્‍યારે ENSO સ્‍થિતિનું પુનર્વર્ગીકરણ શકય હોઈ શકે છે. CPC દર પાંચ વર્ષે ૩૦-વર્ષનો નવો આધારકાળ બનાવે છે, અને આગામી સુધારો ૨૦૨૬ની શરૂઆતમાં થવાનો છે.

(4:02 PM IST)