<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વાહનભાડામાં ભાગ ! દાહોદના પીપોદરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાય

બાળકોને લાવવા મુકવા માટે ભાડે આપેલ વાહનના બિલની રકમ મંજુર કરવા લાયન્સ માંગી હતી

અરવલ્લીઃ એસીબી દ્વારા લાંચ લેતા શખ્શો  પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં હવે આચાર્ય ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આચાર્ય એસીબીના છટકામાં સપડાતાં સોંપો પડી ગયો હતો.ફરિયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા મુકવા માટે ભાડે આપ્યું હતું. તેમના વાહનનું ભાડું રૂપિયા ૨૮૫૯૦ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ બેંક ખાતામા જમા થયું હતું. જેથી ગોપાલભાઇ વસ્તાભાઇ ચમાર (ઉ.વ.૫૧ ધંધો- નોકરી મુખ્ય શિક્ષક, આચાર્ય)એ તેમની પાસેથી કમીશનના નામે લાંચ પેટે રૂપીયા ૧૪૦૦૦ ની માંગણી કરી હતી.

પરંતુ તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી પીપોદરા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળાની ઓફિસ રૂમમાં હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા રૂા.૧૪,૦૦૦ લાંચ સ્વીકારી પકડાયા હતા. સ્કૂલમાં આચાર્ય જ લાંચ લેતા શિક્ષકોમાં પણ સોપો પડી ગયો હતો.

(7:00 PM IST)