<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

નવસારીના જલાલપોર વિસ્તારમાં ક્રિકેટનો બોલ લેવા જતા બાળકનું તળાવમાં ડૂબી જતા મોત

બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતાર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું: રાતે 12 થી 1 ના સમયગાળા દરમ્યાન બાળકનો મૃતદેહ મળ્યો

નવસારીમાં જલાલપોર વિસ્તારમાં આવેલ દેસાઈ તળાવમાં એક બાળકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં જતા બાળક ડૂબી ગયો હોવાની માહિતી સામે આવી છે. મોડી રાત્રે ફાયર વિભાગની ટીમે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ નવસારીમાં જલાલપોર વિસ્તારમાં દેસાઈ તળાવમાં એક બાળકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. બાળક ક્રિકેટનો બોલ લેવા માટે તળાવમાં ઉતાર્યો હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. 8 થી 10 ફૂટ ઊંડાં પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ફાયર વિભાગની ટીમે મોડી રાતે બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. બાળકના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો

 

બાળકના પરીવારજ દીપકભાઈ બાલુભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ ઘટના મફતલાલના તળાવ પાસે બની હતી જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું પણ ખોદકામ ચાલી રહ્યું છે. તે દરમ્યાન બાળક ગુમ થયેલ છે તેમ જાણવા મળ્યું હતું અને ત્યાં પોલીસ અને ફાયર વાળા આવ્યા હતા. બાળકને શોધતા શોધતા 5 થી 6 કલાક થયા હતા અને રાતે 12 થી 1 ના સમયગાળા દરમ્યાન બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવી હતી. છોકરાનું નામ ભૈતિક પંકજભાઈ ગૌસ્વામી છે તેને હાલ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ લઇ આવ્યા છે.

(7:04 PM IST)