News of Friday, 4th April 2025
હવે મનપાની ચૂંટણીનો ધમધમાટ થશે :રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી : જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારી:ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ લાંબા સમયથી રાહ:OBC અનામતને લઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી વિલંબિત:વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીને લઈને ઝૂંબેશ

અમદાવાદ :મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપી છે તેમજ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે. જો કે, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.
રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે કલેક્ટરોને જવાબદારી સોંપી છે. જેને લઈ સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. OBC અનામતને લઈ ગ્રામ પંચાયતોની ચૂંટણી વિલંબિત થઈ હતી. વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીને લઈને ઝૂંબેશ હાથ ધરાયું છે. પેટાચૂંટણીને લઈ ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ હાથ ધરાયું છે.
અત્રે જણાવીએ કે, આ પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જે ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે ત્યારે હવે પેટા ચૂંટણીની પ્રક્રિયા વેગવંતી બનશે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગઈ છે, ત્યારે હવે બાકી રહેલી મહા નગરપાલિકાની ચૂંટણીને લઈ પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જેના પગલે ક્લેકટરોને જવાબદારી પણ સોંપવામાં આવી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
