<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વડોદરાના જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિ માટે બોલાવી શ્રાવિકા પર દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર:કાલે સજાનું એલાન

2017માં નાનપુરા સ્થિત જૈન ઉપાશ્રયમાં આવેલી શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવીને જૈન મુનિ શાંતિસાગરે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો

વડોદરા :આજથી 8 વર્ષ અગાઉ શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા જૈન ઉપાશ્રયમાં વડોદરાની કૉલેજિયન યુવતીને ધાર્મિક વિધિ માટે બોલાવીને દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે જૈન મુનિ શાંતિસાગરને દોષિત ઠેરવ્યા છે. હવે આવતીકાલે કોર્ટ સજાનું એલાન કરશે.
વર્ષ 2017માં સુરતના નાનપુરા સ્થિત ટિમલિયાવડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિરના ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને ધાર્મિક વિધિ માટે બોલાવીને જૈન મુનિ શાંતિસાગરે દુષ્કર્મો આચર્યું હતુ. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ આ બાબતે પોતાના માતા-પિતાને જાણ કરતાં આખરે અઠવા પોલીસ મથકમાં શાંતિસાગર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસમાં આરોપી શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સુરત કોર્ટમાં કેસ ચાલી જતાં જૈનમુનિ શાંતિસાગરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે આવતીકાલે સજાનું એલાન થઈ શકે છે.

(7:09 PM IST)