<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

પાલનપુર નશાબંધી અને આબકારી કચેરીનો અધિકારી 7 હજારની લાંચ લેતા ઝડપાયો

હેલ્થ પરમીટ લાયસન્સ માટે નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી(હાલ-ઇન્ચાર્જ અધિક્ષક)એ કાયદેસરની ફી ઉપરાંત રૂ.૭,૦૦૦ની લાંચની માગણી કરી

પાલનપુરમાં હેલ્થ પરમીટ લાયસન્સ માટે એક વ્યક્તિ પાસેથી રૂ.7,000 ની લાંચ લેતા પાલનપુર નશાબંધી અને આબકારીની કચેરીના નાયબ નિરીક્ષક (હાલ ઈન્ચાર્જ અધિક્ષક)ની ACB એ ધરપકડ કરી છે.

આ કેસની વિગત મુજબ ફરિયાદીએ હેલ્થ પરમીટ લાયસન્સ મેળવવા માટે નશાબંધી અને આબકારીની કચેરી પાલનપુર ખાતે અરજી કરી હતી. જે હેલ્થ પરમીટનું લાયસન્સ આપવા માટે પાલનપુરની નશાબંધી અને આબકારીની કચેરીના નાયબ નિરીક્ષક હિતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ મસાણી(હાલ-ઇન્ચાર્જ અધિક્ષક)એ કાયદેસરની ફી ઉપરાંત રૂ.૭,૦૦૦/- ની ગેરકાયદેરની લાંચની માગણી કરી હતી.

જે ગેર કાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACBની ટીમે નશાબંધી અને આબકારીની કચેરી, જોરાવર પેલેસ,પાલનપુર ખાતે જાળ બિછાવી રૂ.7,000 ની લાંચ લેતા આરોપી હિતેન્દ્રસિંહ મસાણીની ધરપકડ કરી હતી.

 

(9:14 PM IST)