News of Friday, 4th April 2025
દાહોદ જિલ્લામાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું
નકલી નોટ બનાવી રાજસ્થાનમાં ઘુસાડવાનો પ્રયાસઃનકલી ચલણી નોટ કૌભાંડ મામલે બાસવાડા પોલીસે દાહોદ પોલીસની મદદ લઈ સંયુકતપણે દરોડાની કામગીરી હાથ ધરી

દાહોદ,તા.૪
દાહોદ જિલ્લામાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. નકલી નોટ કૌભાંડમાં રાજસ્થાનની બાસવાડા ન્ઝ્રમ્ અને ઝાલોદ અને સંજેલી પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. કૌભાંડની સંયુકતપણે તપાસ કરતા રાજસ્થાન પોલીસે ઝાલોદ અને સંજેલીમાંથી બે ઇસમોને ધરપકડ કરી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ૧૦૦,૨૦૦,૫૦૦ના દરની ૧.૩૯ લાખની નોટો સહિત બે પ્રિન્ટર અને એક લેપટોપ કબજે કર્યા. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનની બાંસવાડા પોલીસ નકલી ચલણી નોટના કૌભાંડની તપાસ કરતી હતી અને તેના તાર ગુજરાતના દાહોદમાં નીકળ્યા. બાસવાડાની આનંદપુરી પોલીસને બાતમી મળી હતી કે નકલી ચલણી નોટોનો મોટાપાયે કારોબાર થઈ રહ્યો છે. બજારમાં નકલી ચલણી નોટો ફરતાં અનેક આર્થિક વ્યવહારો પર સંકટ ઘેરાઈ શકે છે. દેશના અર્થતંત્રને મોટું નુકસાન પંહોચાડના નકલી નોટાના કૌભાંડનો પર્દાફાશ કરવા બાસવાડા પોલીસે પોતાના બાતમીદારો સક્રિય કર્યા. પોલીસને માહિતી મળી કે ગુજરાતના દાહોદમાંથી નકલી ચલણી નોટો રાજસ્થાનના બાસવાડામાં ઘુસાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. નકલી ચલણી નોટ કૌભાંડ મામલે બાસવાડા પોલીસે દાહોદ પોલીસની મદદ લઈ સંયુકતપણે દરોડાની કામગીરી હાથ ધરી. બાસવાડા અને સંજેલી પોલીસની સંયુક્ત કામગીરી હાથ ધરતા બાતમીના આધારે એક મકાન પર દરોડા પાડી તેમાંથી ૧૦૦,૨૦૦,૫૦૦ના દર ની ૧,૩૯૦૦૦ નકલી નોટોનું બંડલ મળી આવ્યું. આ મકાનમાં નકલી નોટો સિવાય પ્રિન્ટીંગ માટે વપરાતું પ્રિન્ટર સહિતની અન્ય સામગ્રી પણ મળી આવી. પોલીસે પ્રિન્ટર અને નકલીનોટના બંડલ જપ્ત કર્યા અને નકલી નોટ બનાવી રાજસ્થાનમાં ઘૂસાડવાના પ્રયાસ કરનાર બે આરોપીને ઝડપી લીધા. પોલીસે બે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે બંને આરોપી દાહોદના ભાડાના મકાનમાં રહે છે.
ભારતના ચલણમાં મુખ્યત્વે વપરાતી નોટોનો નકલી કારોબાર કેવી રીતે કરવો તે આ આરોપીઓ દાહોદના પોતાના પરિચિત પાસેથી શીખ્યા હતા તેમ જણાવ્યું. નકલી નોટ બનાવી બજારમાં ફેરવવાનું કૌભાંડ દાહોદ, સંજેલી, ઝાલોદ અને રાજસ્થાનના બાસવાડા સુધી વિસ્તરાયેલું હતું. પરંતુ રાજસ્થાન અને સંજેલી પોલીસે ઝડપી કામગીરી કરતા નકલી નોટ બનાવનાર કૌભાંડનો પર્દાફાશ કર્યો.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
