<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆત

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકારઃડીઈઓ સમક્ષ વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે

વડોદરા,તા.૪

ડીઈઓ સમક્ષ વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં મળતા નથી. વિદ્યાર્થીઓ ઘરે આવીને અમને પૂછે છે કે, અમને પુસ્તકો ક્યારે મળશે?

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના સંચાલકોની જોહુકમી સામે આજે સ્કૂલના વાલીઓને ફરી એક વખત ડીઈઓ કચેરી ખાતે જઈને રજૂઆત કરવાની ફરજ પડી હતી.

ડીઈઓ સમક્ષ વાલીઓએ કહ્યું હતું કે, સ્કૂલ સંચાલકો એફઆરસીએ નક્કી કરેલી ફી લેવાનો ઈનકાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટેના પુસ્તકો પણ આપી રહ્યા નથી. સ્કૂલે જે પુસ્તક નક્કી કર્યા છે તે પુસ્તકો બજારમાં મળતા નથી. વિદ્યાર્થીઓ ઘરે આવીને અમને પૂછે છે કે, અમને પુસ્તકો ક્યારે મળશે?

દરમિયાન ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલની એનઓસી રદ કરવા માટે ડીઈઓ કચેરીએ શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. સ્કૂલ તેની સામે પણ કોર્ટમાં ગઈ છે. સ્કૂલ સામે અમે કાર્યવાહી કરીશું. વાલીઓએ ચિંતા કરવાની જરૃર નથી. સરકાર તેમની સાથે છે.

 

(10:40 PM IST)