<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1605 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 34 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,772.06 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,772.06 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1605 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1507 રૂ. અને નીચો ભાવ 1351 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસનગરમાં 1592 રૂ., સિદ્ધપુરમાં 1575 રૂ., ઉનાવામાં 1573 રૂ., બોટાદમાં 1570 રૂ., ગોંડલમાં 1516 રૂ., કડીમાં 1510 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,772.06 ટન કપાસની આવક થઇ છે.

(10:55 PM IST)