News of Friday, 4th April 2025
કાંકરેજના ઉંબરી ગામે વીજ કરંટ લાગતા ત્રણનાં મોત: માતા-પુત્ર સહિત પાડોશીની દીકરીએ જીવ ગુમાવ્યો
ખેતરમાં ઘાસચારા લેવા ગયેલી મહિલાનું વીજ કરંટથી મોત :ખેતરમાં રમી રહેલા બે બાળકોના પણ વીજકરંટથી મોત નીપજ્યા

બનાસકાંઠા: કાંકરેજના ઉંબરી ગામે ખેતરમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. ખેતરમાં ઘાસચારા લેવા ગયેલી મહિલાનું વીજ કરંટથી મોત નીપજ્યું છે. જ્યારે ખેતરમાં રમી રહેલા બે બાળકોના પણ વીજકરંટથી મોત નીપજ્યા છે.
ખેતરમાં પસાર થતાં હેવી વીજ લાઈનમાંથી ખેતરમાં કરંટ લાગ્યો હતો. ખેતરમાં ફુવારા ચાલુ હોવાના કારણે વીજ કરંટ ખેતરમાં ફેલાયો હતો. આ ઘટનામાં માતા-પુત્ર અને અન્ય એક પાડોશમાં રહેતી બાળકીનું મોત નીપજ્યું છે. ત્રણેય મૃતકોની લાશને પી.એમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. આ બનાવના પગલે શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
મૃતકના નામ
વિદ્યાબા વાઘેલા, પાડોશી
રોહિતભા વાઘેલા, પુત્ર
અનંતરાબા વાઘેલા, માતા
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
