News of Saturday, 5th April 2025
જેના માથા પર ઈનાંમ જાહેર થયેલ તેવા કુવિખ્યાત ગેંગસ્ટરને મુંબઈ એરપોર્ટથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ખાસ ઓપરેશનમાં ઝડપ્યો
સુરતથી ત્રણ વર્ષ થયા નાશી વિશ્વના વિવિધ દેશોમાં છુપાઈ જતો.. દુબઈથી આવી રહ્યાની બાતમી આધારે કાર્યવાહી...અકિલા સાથે ડીસીપી ભાવેશ રોજીયા રસપ્રદ કથા વર્ણવે છે : ડોન સજજુ કોઠારી ગેંગની ઇમારતો પર બુલ ડોઝર, રાજકોટ પાસિંગ સહિત ૪ લક્ઝરી કાર કબજે થયેલ તે ગેંગનો ગુલામ હુસેને ધરપકડ ટાળવા આકાશ પાતાળ એક કરેલ. પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં વધુ એક મોટી સફળતા

રાજકોટ તા.૫: સુરતના કુવિખ્યાત ડોન તરીકેની ઓળખ ધરાવતા સજ્જું કોઠારીની ગેર કાયદે મિલકતો પર બુલ્ડોઝર ચલાવ્યા બાદ તેના બંગલા નજીકથી રાજકોટ પાસિંગ સહિત વિવિધ રાજ્યની ચાર લક્ઝરી કાર કબજે કર્યા પછી સજ્જુ કોઠારી ગેંગના જેમના માથા પર ઈનામ જાહેર થયેલ છે તેવા આરોપીને ગુજરાત આતંકવાદ, અને સંગઠિત ગુન્હા નિવારણ એક્ટ ,૨૦૧૫ અંતર્ગત ગુલાંમહુસેન ભીંજાણીની પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શન નીચે મુંબઇ એરપોર્ટ પરથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હોવાનું ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે
સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળેલ કે આ ગુનાનો આરોપી ગુલામહુસૈન હૈદરઅલી ભીંજાણી દુબઈ થી સ્પાઈસ જેટની ફ્લાઈટ દ્વારા મુંબઈ એરપોર્ટ ખાતે આવનાર છે વિગેરે બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરીટીની મદદ મેળવી મજકુર આરોપીને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે સુરત ક્રાઈમ બ્રાચ ખાતે લાવવામાં આવેલ છે.
હાલનો આરોપી ગુલામહુસૈન હૈદરઅલી ભીંજાણી પોતાની વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થતા પોતાની ધરપકડ ટાળવા સારૂ તાત્કાલીક સુરતથી દિલ્હી ખાતે જઈ ત્યાંથી ભારત દેશ છોડીને ઈરાન દેશમાં કુંમ ખાતે નાશી ગયેલ જ્યાં ધાર્મિક સ્થળે ચાર માસ રોકાયેલ. ત્યારબાદ આફ્રિકાના માડાગાસ્કર ખાતે ચાર માસ રોકાયેલ બાદ દુબઈમાં બે માસ રોકાયેલ. ત્યાંથી જ્યુરીક સ્વીઝરલેન્ડ થઈ USA ના ન્યુયોર્ક શહેર ખાતે નાશી ગયેલ અને USA માં ક્વીઝ એરીયા વુડહેવનમાં ‘‘રેડરૂફ'' મોટેલમાં રીશેપ્શનર તરીકે તથા ન્યુયોર્ક શહેરનાં ‘‘લોંગ આઈલેન્ડ'' પર ‘‘દુબઈ સ્મોક શોપ'' માં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.
આમ મજકુર આરોપી સદર ગુનામાં ધરપકડ ટાળવા માટે પોતે વિશ્વનાં અલગ અલગ દેશોમાં વિઝીટર વિઝા મેળવી નાસતો ફરતો હતો અને તે U.S.A થી વાયા દુબઈ થઈ મુંબઈ ખાતે આવતા મજકુર આરોપીને ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.(૩૮.૧૦)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
