તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે શક્તિપીઠ પાવાગઢ મંદિરે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા : શિશ ઝૂકાવી ધન્યતા અનુભવી
માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગત રાત્રીથી પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇ ભક્તોનું કીડિયારું ઉભરાયું

પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ડુંગરની ટોચ પર બિરાજમાન મહાકાળી માતાજીના શ્રદ્ધાળુ માઇ ભક્તો વાર તહેવાર સહિત રોજે-રોજ પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં પણ માતાજીની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા હોય. ચૈત્રી નવરાત્રીમાં રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં માઇ ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડતા હોય છે. આજે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા ગત રાત્રીથી પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઇ ભક્તોનું કીડિયારું ઉભરાયું છે.
ચૈત્રી નવરાત્રીના પગલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્ધારા સમય પત્રક જાહેર કરવામાં આવ્યું હતું. જે સમય પત્રક અનુસાર ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના દર્શન માટે સમય માં ફેરફાર કરાયો હતો. આજે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે સવારે 4 વાગ્યે મંદિરના કપાટ દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જોકે, ચૈત્રી નવરાત્રીની આઠમ હોય ગત મોડી રાતથી જ પાવાગઢની તળેટીથી લઈ માંચી અને છેક ડુંગરની ટોચ પર માતાજીના મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ ઉમટેલું જોવા મળ્યું હતું. ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મંદિરના કપાટ ખુલતાની સાથે માઇ ભક્તોએ લાંબી લાંબી કતારમાં લાગી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
