<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અમદાવાદ મનપા દ્વારા 25 લાખ મિલકતો પર QR કોડ લગાવાશે :લોકો સ્કેન કરીને સીધી ફરિયાદ કરી શકશે

તમામ મિલકતોનું GIS આધારિત મેપિંગ કરાશે. કોડ સ્કેન કરી લોકો મ્યુનિસિપલને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે

અમદાવાદ :શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ કોમર્શિયલ-૨હેણાક મિલક્તો બહાર મ્યુનિસિપલ QR કોડ મૂકશે. જોકે માત્ર મ્યુનિસિપલ અને તેના વિભાગો તેમજ મિલકત માલિક જ QR કોડ સ્કેન કરી શકશે. મ્યુનિસિપલની યોજનાઓ લોકો સુધી આનાથી મ્યુનિસિપલની ટેક્સની આવક પણ વધશે. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, તમામ મિલકતોનું GIS આધારિત મેપિંગ કરાશે. કોડ સ્કેન કરી લોકો મ્યુનિસિપલને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ નોંધાવી શકશે.

વારાણસી અને ગોવામાં અત્યારે તમામ ઘરોમાં આ યોજના હેઠળ QR કોડ લાગેલા છે. ત્યાં તમામ ઘરોમાં કચરો લેવા આવનાર ગાડી પણ QR કોડ સ્કેન કરે છે. તેમજ નાગરીકો મ્યુનિસિપલને લગતી ફરિયાદો આ QR કોડને આધારે થઇ શકે છે. જે પ્રોજેક્ટ ધ્યાને લઇ શહેરમાં પણ આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

 

પ્રત્યેક મિલકત માટે અલગથી કોડ તૈયાર કરાશે ડ્રોનથી મિલકતનું GIS મેપિંગ કર્યા બાદ ટેક્સબિલને આધારે દરેક મિલકત માટે અલગથી QR કોડ જનરેટ કરાશે.કચરા ગાડી કચરો લેવા આવે ત્યારે તેના ડ્રાઇવરે કોડ સ્કેન કરવો પડશે.લોકો કોઈપણ ફરિયાદ મ્યુનિસિપલને આ કોડ સ્કેન કરી મોકલી શકશે.કોડ સ્કેન કરતાં ફાયર સેફ્ટીની વિગતો પણ આવી જશે.કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઇસન્સ છે કે નહીં તેની પણ જાણ થઈ જશે.પ્રોફેશનલ ટેક્સની તમામ વિગતો આ કોડમાં સમાવી લેવામાં આવશે.

(1:10 PM IST)