તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
સુરતના કાપોદ્રામાં બ્રિજ પર ફોરવ્હીલમાં આગ લાગી: કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ
બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બ્રીજ પર ફોરવ્હીલમાં આગ લાગી હતી. આગ લાગતા કારમાં સવાર ૩ લોકો બહાર નીકળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતના કાપોદ્રા પીપી મણીયા હોસ્પિટલ પાસે બ્રીજ પર પસાર થતી ફોરવ્હીલમાં આગ ભભૂકી ઉઠી હતી. ફોરવ્હીલમાં બોનેટના ભાગેથી ધુમાડો નીકળતા જ કારમાં સવાર ૩ લોકો બહાર નીકળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
ફોરવ્હીલમાં આગ લાગતા ટાયર અને એન્જીનના ભાગે નુકશાન પહોચ્યું હતું. ફોરવ્હીલમાં સવાર લોકો સુરતથી અંકલેશ્વર જઈ રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
