તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
20મીએ GPSCની ક્લાસ-1ની 39 અને 2ની 168ની ભરતી માટે પ્રીલિમ્સ યોજાશે
પ્રીલિમ્સમાં 200 માર્કસની પ્રીલિમ્સમાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે: અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી

અમદાવાદ : આગામી 20 એપ્રિલે GPSCની ક્લાસ-1ની 39 અને 2ની 168 સહિતની કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની પ્રીલિમ્સ યોજાશે. કુલ 200 માર્કનું પેપર સામાન્ય અભ્યાસનું રહેશે. આશરે 97 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. ક્લાસ-1અને 2ની વહીવટી સેવા (જુનિયર સ્કેલ), નાયબ અધિક્ષક (બિન હથિયારધારી), જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ). નાયબ નિયામક (વિક્સતિ જાતિ), મદદનીશ કમિશનર (આદિ જાતિ કમિશનર), સહાયક રાજ્ય વેરા કમિશનર પોસ્ટ માટેની પ્રીલિમ્સ પરીક્ષા લેવાશે.
, પ્રીલિમ્સમાં 200 માર્કસની પ્રીલિમ્સમાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે. અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી હતી. ત્યાર બાદ મુખ્ય લેખિત પરીક્ષા 1250 માર્કની રહેશે.નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લા રજિસ્ટ્રાર, મામલતદાર જેવી જગ્યાઓ
GPSC ક્લાસ-1
- ગુજરાત વહીવટી સેવા (જુનિવર સ્કેલ) 5 જગ્યા
- નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારધારી) 10 જગ્યા
- જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળી) 07 જગ્યા
- નાયબ નિયામક(વિકસતિ જાતિ) 01 જગ્યા
- મદદનીશ કમિશનર (આદિ જાતિ) 04 જગ્યા
- સહાયક રાજ્ય વેરા કમિશનર 12 જગ્યા
GPSC ક્લાસ-2
- સેકશન અધિકારી(સચિવાલય) 26 જગ્યા
- મામલતદાર 40 જગ્યા
- રાજ્ય વેરા અધિકારી 35 જગ્યા
- મદનનીશ નિયામક (અન્ન નાગરિક પુરવઠા) 12 જગ્યા
- તાલુકા વિકાસ અધિકાર 30 જગ્યા
- નોંધણી નિરીક્ષક 13 જગ્યા
- સહાયક માહિતી નિયામક (વહીવટ) 12 જગ્યા
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
