News of Saturday, 5th April 2025
ગુજરાત ભાજપમાં આગામી સપ્તાહે થશે નવા જૂની
ટોચના નેતાઓ પહોંચ્યા દિલ્હી દરબારમાં શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, સંગીતા પાટીલને પ્રધાન પદ મળી શકે છે

નવી દિલ્હી તા.૫: ગુજરાતમાં ઘણા સમયથી પ્રદેશ પ્રમુખના નામનું કોકડું ગુંચવાયેલું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી સપ્તાહે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભાજપ પણ નવા જૂની કરવાની તૈયારીમાં છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેને લઈ રાજ્યમાં આગામી સપ્તાહે કોઈ મોટી જાહેરાત થાય તેવી શકયતા છે.
હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ ભાજપમાં કોળી સમાજની મહિલા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની તૈયારી છે. આમ છતાં આરએસએસના કોઈ ચહેરાને પણ તક આપવામાં આવી શકે છે. આ વખતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે મહિલા અથવા આરએસએસનો ચહેરો આવે તેવી શકયતા છે. ઓબીસી મોરચાના નેતાઓ સાંસદ મયંક નાયકના મહેમાન બન્યા છે. તેથી ઓબીસી પ્રદેશ પ્રમુખ પદે આવી તેવી અટકળો છે.
પ્રધાન મંડળનું વિસ્તરણ નક્કી
આ ઉપરાંત સૂત્રોના કહેવા મુજબ, પ્રધાન મંડળનું વિસ્તરણ પણ નક્કી છે અને તેમાં પણ ફેરફાર થવાની શકયતા છે. છ જેટલા પ્રધાનને રિપીટ કરવામાં આવશે અને બાકીના ચહેરા બદલાશે. ગુજરાતમાં હાલમાં રાજ્યનું પ્રધાન મંડલ ૨૭ સભ્યોનું છે. પ્રધાન મંડળમાં હજુ પણ ૯ થી ૧૦ નવા સભ્યોનો સમાવેશ થઈ શકે છે. જો આમ થશે તો રાજ્યના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.
એક ચર્ચા મુજબ શંકર ચૌધરી, અર્જુન મોઢવાડિયા, સી જે ચાવડા, કિરીટસિંહ, અમિત ઠાકર, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, સંગીતા પાટીલને પ્રધાન પદ મળી શકે છે. જ્યારે ગણપત વસાવા ફરી સ્પીકર બની શકે છે.
વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા ૧૮૨ છે. આ અનુસાર તેના ૧૫ ટકા પ્રધાનોની સંખ્યા સુનિヘતિ કરવામાં આવી હોવાથી ગુજરાતમાં ૨૭ સભ્યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાન મંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્યા ૨૨ થી ૨૩ જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શકયતા છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
