તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 5th April 2025
કોંગ્રેસ અધિવેશનની તૈયારી :બે પૂર્વ ધારાસભ્યો બાખડ્યા : કોલર પકડી લેવાયો :સિનિયર નેતાઓ બંનેને છોડાવ્યા
કોંગ્રેસ કાર્યાલયમાં અધિવેશનને લઈને બેઠકમાં ઝઘડો વધુ ઉગ્ર બનતાં ગ્યાસુદ્દીન શેખે તમામ નેતાઓની સામે ભરત મકવાણાને ગંદી ગાળો આપી: સામે જવાબ આપતા ભરત મકવાણાનો કોલર પકડી લીધો

અમદાવાદ : આગામી 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનો અધિવેશન યોજવાનું છે. અધિવેશનને લઈને કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકો ચાલી રહી છે. ગઈકાલે સાંજે એક બેઠક દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને અમદાવાદ પશ્ચિમ સીટ પરથી લોકસભા-2024 લડેલા ભરત મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણાને ગાળો આપી હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ બન્ને સિનિયર નેતાઓને ઝઘડતા જોઇને હાજર રહેલા નેતાઓએ બંનેને છોડાવ્યા હતા. આ બનાવ દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પણ હાજર હતા.
મળતી વિગત મુજબ કોંગ્રેસ કાર્યાલયમાં ગઈકાલે સાંજે અધિવેશનને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં કેટલાક નેતાઓની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ શેખ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી, ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા હાજર હતાં. આ બેઠક દરમિયાન અચાનક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ભરત મકવાણા વચ્ચે ઝગડો થયો હતો.
પૈસાની બાબતમાં ગ્યાસુદ્દીન શેખે ભરત મકવાણા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત ઉગ્ર થતાં પ્રદેશ પ્રમુખની ઓફિસ જ બંને નેતા ઝઘડ્યા હતા. આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં ગ્યાસુદ્દીન શેખે તમામ નેતાઓની સામે ભરત મકવાણાને ગંદી ગાળો આપી હતી. ભરત મકવાણાએ પણ સામે જવાબ આપતાં ગ્યાસુદ્દીન શેખ વધુ ઉગ્ર થયા હતા અને તેમણે ભારત મકવાણાનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન અન્ય નેતાઓએ બંનેને છૂટા કરાવ્યા હતા.
લોકસભાની ચૂંટણી દરમિયાન ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા વચ્ચે પૈસા બાબતની વાતચીત થઈ હતી, જોકે ચૂંટણી પૂરી થઈ છતાં હજુ પૈસાનો હિસાબ થયો નહોતો. એ મુદ્દે ગ્યાસુદ્દીન શેખે ગઈકાલે ચાલુ બેઠકમાં જ પૈસા માટે વાતચીત કરી. વાતચીત ઉગ્ર થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
