<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

GST વિભાગનો સપાટો :પાન મસાલા-તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર દરોડા: 5 કરોડની કરચોરી ઝડપાઇ

રાજ્યના અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં GSTની ટીમોએ દરોડા પાડ્યા: બિનહિસાબી રોકડ વ્યવહારો, બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ સામે આવી.

અમદાવાદમાં ફરી એક વાર GST વિભાગે સપાટો બોલાવ્યો છે. GST વિભાગના દરોડા પડવાના કારણે ઘણા ગેરરીતિ આચરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. શહેરના તમાકુના વેપારીઓ પર GSTના દરોડા પાડવામાં આવ્યા છે. પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના 20 અલગ અલગ સ્થળ પર GST વિભાગે દરોડા પાડ્યા છે અને આ દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ છે.

  હોલસેલ વેપારી સહિત છૂટક વેપારીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને GST વિભાગની રેડ દરમિયાન 5 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. GST વિભાગની ટીમે મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગોડાઉન, ડિસ્ટ્રિબ્યુટર્સ અને છૂટક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. રાજ્યના અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં GSTની ટીમોએ દરોડા પાડ્યા છે. આ તપાસ દરમિયાન બિનહિસાબી રોકડ વ્યવહારો, બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ સામે આવી છે. 

(8:53 PM IST)