<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રાજપીપળા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાતે વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળામાં ધરોધર -2025 વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો
    કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી થઈ હતી મુખ્ય મહેમાન તરીકે યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકારભાઈ પાડવી, ઇન્ચાર્જ કુલસચિવ ડો.વિજયસિંહ વાળા ,પરીક્ષા નિયામક ડો.રજીનીકાંત પંડિયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બીરસા મુંડા ટ્રાઇબલ યુની.ના ત્રણેય વિધાશાખાના વિધાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિના વિચારો રજૂ થાય તે રીતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને વર્ષ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે, રમત-ગમત ક્ષેત્રે ,NSS ક્ષેત્રે  તેમજ જુદા જુદા ક્ષેત્રોમાં નંબર આવેલા 300 થી વધારે  વિધાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા
  આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી એ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા કહ્યું કે બીરસા મુડા ટ્રાયબલ યુનિવર્સિટી એ ટ્રાયબલ વિદ્યાર્થીઓ માટેનું આ બીજું ઘર છે જ્યાંથી વિધાર્થીઓને સંસ્કાર સાથે શિક્ષણની વ્યવસ્થાઓ શીખી અને સમાજમાં એક સારા નાગરિક બને તેમ જ આ વિસ્તારના વિદ્યાર્થીઓ  પોતાના જીવન ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ  પાઠવ્યા હતા સાથે ઇન્ચાર્જ  કુલસચિવ ડો. વિજયસિંહ વાળાએ આ યુનિવર્સિટીની સ્થાપનાથી લઇ અને અત્યાર સુધીના ઇતિહાસની વાતો કરી અને વિદ્યાર્થીઓ માટે આવનારા સમયમાં આ યુનિવર્સિટીમાં કઈ કઈ સુવિધાઓ ઉભી થશે તેની માહિતી આપી વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટી સાથે જોડાવા આહવાન કરી અને ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા આપેલી હતી પરીક્ષા નિયામક ડોક્ટર રજનીકાંત પંડ્યા એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી
  આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સ્કૂલ ઓફ કોમર્સના આચાર્ય ડો.મહેશકુમાર બારડે કરી હતી આભાર વિધિ ડો.અમિતભાઈ ધોળકિયાએ કરેલી હતી અને કાર્યક્રમનું સંચાલન ડો.ભરતભાઈ પરમાર , તૃષાલીબેન ડોડીયા ,ડો.અતુલ સોંદરવા એ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવાડો.દિગ્વિજયસિંહ રાણાના માર્ગદર્શન નીચે સૌ સ્ટાફે મહેનત કરી હતી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને અંતમાં બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના તમામ પરિવારના સદસ્યએ વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી

(10:58 PM IST)