<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

નર્મદા પરિક્રમામાં રેંગણ ઘાટ પર ફરતી નાવડી બંધ થયા બાદ તંત્રની સમજાવટથી પુનઃ શરૂ થતા રાહત

( ભરત શાહ દ્વારા )નર્મદા:હાલ તારીખ ૨૯ માર્ચ થી શરૂ થયેલી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ પણ આ રુટ પર ઉપલબ્ધ કરાવામાં આવી છે પરંતુ શુક્રવારે બપોર બાદ રેંગણ ઘાટ પર નાવડી વાળા ની કોન્ટ્રાકટર સાથે રૂપિયા બાબતે માથાકૂટ થતા મોટાભાગના નાવડી માલિકો પોતાની નાવડીઓ લઈ જતા રહ્યા હતા જોકે સાંજના સમયે તંત્રના અધિકારીઓએ દરમિયાનગીરી કરતા ફરી નાવડીઓ શરૂ થઈ હતી

   રેંગણ ઘાટથી કીડી મંકોડી ઘાટ પર પરિક્રમાવસીઓ માટે ફરતી નાવડી શુક્રવારે બપોરે બંધ કરી દેવામાં આવી હતી જેમાં જાણવા મળ્યા મુજબ નાવડીનો લાખો રૂપિયાનો જેણે કોન્ટ્રાક્ટ લીધો છે, આ કોન્ટ્રાકટરએ અન્યોની નાવડીઓ ભાડે લીધી હોય શુક્રવારે નાવડીઓના માલિકોએ રૂપિયાની માંગ કરતા કોન્ટ્રાકટરએ જણાવ્યું કે મારા ટેન્ડરના રૂપિયા મળશે એટલે તમારું બધાનું પેમેન્ટ થઈ જશે પરંતુ નાવડી વાળાએ તત્કાળ રૂપિયાની માંગ કરી હોય જે નહીં મળતા રેંગણ ઘાટથી રામપરા કીડી મંકોડી ઘાટમાં ફરતી નાવડીઓ બંધ કરી તેના માલિકો નાવડી લઈ ચાલ્યા ગયા હતા અને આ સ્થિતિમાં દરરોજ સાંજ થી રાત સુધી પરિક્રમા કરવા આવતા હજારો  પરિક્રમાવાસીઓ કે જેઓ આકરી ગરમીમાં રાતનો સમય વધુ પસંદ કરી આવતા હોય આ લોકોને એક ઘાટ પરથી બીજા ઘાટ પર કઈ રીતે લઈ જવા એ માટે તંત્ર વિચાર માં પડ્યું હતું પરંતુ તંત્રના અધિકારીઓએ આ સ્થિતિ નો તત્કાલ ઉકેલ લાવવા કોન્ટ્રાકટર અને નાવિકો સાથે વાટાઘાટ કરતા મામલો થાળે પડયો અને મોડી સાંજે તમામ નાવડીઓ પુનઃ શરૂ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

(10:59 PM IST)