તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ગરૂડેશ્વર પો.સ્ટે.નો કોન્સ્ટેબલ બુટલેગર વિરુદ્ધ બીજો ગુનો નહી નોંધવા માટે 60 હજારની લાંચ લેતાં ઝડપાયો
શું અગાઉ બે લાખ અને હાલ માં. ૬૦ હજાર જેવી મોટી રકમ કોન્સ્ટેબલએ પોતાના માટે માંગી હશે કે કોઈ અધિકારીના ઈશારે માંગી તેવા ઉઠ્યા સવાલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ગરૂડેશ્વર પોલીસ મથકનો અ.હે.કો બુટલેગર વિરુદ્ધ ગુનો ન નોંધવા 60 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો.છોટાઉદેપુર એ.સી.બી ની ટીમે છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
ગરૂડેશ્વર પોલીસ મથકમાં એક બુટલેગર વિરુદ્ધ પ્રોહીબેશનનો ગુનો દાખલ થયો હતો.દરમિયાન તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ માકડખડા ખાતે બુટલેગર તથા એના પિતા હાજર હતા ત્યારે બુટલેગરને પોલીસ કર્મીઓએ આવી તેમને ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન લઈ અટક કરી હતી.એ દરમિયાન બુટલેગરને પોલીસ દ્વારા માર મારવામા આવ્યો હતો.અને બુટલેગરના પિતાને પોલીસે કહ્યું હતું કે પૈસા થસે અને જો પૈસા નહી આપો તો તારા છોકરા ઉપર બીજો પણ ગુનો દાખલ કરીશુ. પોલીસે આ ગુનામાં એક નાવડી તથા એક બાઇક પણ કબ્જે કરેલ હતુ.
હવે અ.હે.કો.અશ્વિન રમણ વસાવાએ બુટલેગર વિરુદ્ધ વિરૂધ્ધ બીજો ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમજ નાવડી તેમજ બાઈક પરત આપવા પેટે તા.૧૯/૦૩/ ૨૦૨૫ના રોજ પ્રથમ રૂ.૨,૦૦,૦૦૦/- લાંચ પેટે લીધા હતા.જે નોટોના બંડલની ઉપરની નોટોનો બુટલેગરના પિતાએ પોતાના મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો. ત્યારબાદ અશ્વિન રમણ વસાવાએ રૂ.૭૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી.જે રકમ રકઝકના અંતે ૬૦,૦૦૦/- આપવાના નકકી થયા હતા.એ હેતુલક્ષી વાતચીતનુ બુટલેગરના પિતાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ કરી લીધું હતુ.જે લાંચની રકમ રૂા.૬૦,૦૦૦/-આપવા માંગતા ન હોવાથી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે છોટાઉદેપુર એ.સી.બી પીઆઈ કે.એન.રાઠવા સહિત ટીમે ૦૪/૦૪/૨૦૨૫ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું.છટકા દરમિયાન ફરીયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી, ગરૂડેશ્વર પોલીસ લાઈનના ગેટ ઉપર અ.હે.કો.અશ્વિન વસાવા રૂા.૬૦,૦૦૦/- સ્વિકારી, પોતાના રૂમમાં જઈ એક બેગમાં મુકી દીધા હતા.આ છટકામાં ઝડપાઈ ગયેલા અશ્વિન રમણ વસાવા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
