News of Saturday, 5th April 2025
કોઠારા ગામે જૂની અદાવતે ધારિયા વડે હુમલો : પુત્ર, પિતા અને માતા વિરુદ્ધ ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના કોઠારા ગામમાં જૂની અદાવતની રીસ રાખી એકજ પરિવારના ત્રણ વ્યક્તિઓએ હુમલો કરતા ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર ગીરીશભાઇ સુભાષભાઇ બારીયા (રહે.કોઠારા નિશાળ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) નાએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તેમની મો.સા. લઇને પસાર થતા હતા તે વખતે સંદિપભાઇ પ્રભાતભાઇ બારીયાએ ગિરીશભાઈ ને ઉભો રહેવાનું કહેતા તેઓ તેમની મો.સા.ઉભી રાખેલ તે વખતે સંદિપભાઇ એ જુની અદાવત રાખી તુ ગઇ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ મને વાંદરીયા ગામમાં રહેતા તારા મિત્રની મો.સા.આપી દેજે તેમ કહી બોલા ચાલી કરી ઝઘડો તકરાર કરતો હતો તેમ કહી ગિરીશભાઈ ને મન ફાવે તેવી ગાળો બોલી તેનાં હાથમાં રાખેલ કોદાળીથી ડાબા હાથે કોણીનાં ભાગે મારી ઇજા કરી તથા પ્રભાતભાઈ નરસીહભાઇ બારીયા એ તેનાં દિકરાનું ઉપરાણુ લઇને ગિરીશભાઈને પકડી રાખી ગાળો બોલી તથા મંજુલાબેન પ્રભાતભાઇ બારીયા એ તેમનાં દિકરાનું ઉપરાણુ લઇને ગાળો બોલી આ ત્રણેય એ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એક બીજાની મદદગારી કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
