<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

નર્મદા પરિક્રમામાં રેંગણ ઘાટથી કીડી મંકોડી ઘાટ ફરતી નાવડી અચાનક બંધ થતા પરિક્રમાવાસીઓ માટે મુશ્કેલી

નાવડીઓના માલિકો અને કોન્ટ્રાકટર વચ્ચે પેમેન્ટ મુદ્દે માથાકૂટ થતા માલિકો પોતાની નાવડીઓ લઈ ચાલ્યા ગયા

(ભરત શાહ દ્વારા )નર્મદા: હાલ તારીખ ૨૯ માર્ચથી શરૂ થયેલી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યા માં ભક્તો આવી રહ્યા છે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ પણ આ રુટ પર ઉપલબ્ધ કરાવામાં આવી છે પરંતુ આજે રેંગણ ઘાટ પર નાવડી વાળા ની કોન્ટ્રાકટર સાથે રૂપિયા બાબતે માથાકૂટ થતા રૂપિયા નહી મળતા મોટાભાગના નાવડી માલિકો પોતાની નાવડીઓ લઈ જતા રહ્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે
જાણવા મળ્યા મુજબ નાવડી નો લાખો રૂપિયા નો જેણે કોન્ટ્રાક્ટ લીધો છે અને આ કોન્ટ્રાકટર એ અન્યો ની નાવડીઓ ભાડે લીધી હોય આજે નાવડીઓ ના માલિકો એ રૂપિયા ની માંગ કરતા કોન્ટ્રાકટર એ જણાવ્યું કે મારા ટેન્ડર ના રૂપિયા મળશે એટલે તમારું બધાનું પેમેન્ટ થઈ જશે પરંતુ નાવડી વાળા એ આજે જ રૂપિયાની માંગ કરી હોય જે નહીં મળતા રેંગણ ઘાટથી રામપરા કીડી મંકોડી ઘાટમાં ફરતી નાવડીઓ બંધ કરી તેના માલિકો નાવડી લઈ ચાલ્યા જતા હવે પરિક્રમાવાસીઓ માટે તકલીફ ઉભી થાય તેમ સ્થાનિકો નું માનવું છે. વહીવટી તંત્ર આ માટે કોઈ ઉકેલ લાવી તાત્કાલિક નાવડી ચાલુ કરાવે તો પરિક્રમાવાસીઓ ને રાહત રહેશે. ત્યારે આજે અચાનક બંધ કરાયેલી નાવડીઓ હવે ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું.

(11:07 PM IST)