<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

નર્મદા જિલ્લા ST / SC /OBC સમાજ તરફથી UCC નો વિરોધ : કલેકટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા એસટી, એસ. સી. ઓબીસી સમાજ તરફ થી સરકાર જે UCC નો કાયદો લાવવા માંગે છે તેનો વિરોધ કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું
   પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ UCC ના અમલ માટે નીમેલી કમિટી એ પ્રજા ના સૂચનો મેળવવા રાજપીપલાની મુલાકાત લીધી હતી ત્યારે નર્મદા જિલ્લા એસટી એસસી ઓબીસી સમાજે ucc કાયદા નો વિરોધ કર્યો છે અને આજે ઉપરોક્ત સમાજ ના આગેવાનો ધરણા પર બેસવાના હતા પરંતુ તે માટે પરવાનગી નહિ મળતા તમામ આગેવાનો એ કલેકટર ને આવેદન પત્ર  આપ્યું હતું.
   આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે કમિટી આવી હતી તેમાં માત્ર ભાજપ, આરએસએસ ના લોકોં ને બોલાવ્યા હતા. જો આ કાયદાનો અમલ થાય તો એસટી એસસી ઓબીસી સમાજ ના હક્કો છીનવાઈ જશે અને અમારા રિવાજો, સંસ્કૃતિ પર વિપરીત અસર પડશે માટે આ UCC નો અમે વિરોધ કરીયે છે. આવેદનપત્ર આપવામાં પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવા , કોંગ્રેસ અગ્રણી ચંદ્રકાન્ત તડવી , પૂર્વ પાલિકા પ્રમુખ મહેશ વસાવા સહીતના ઘણા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

(11:09 PM IST)