તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
કનબુડી ગામે મિશન ફળીયામા ઘર બહાર સુતેલા દંપતીના ઘરમાં આગ લાગતા અંદાજે ૧૨ લાખનું નુકશાન
ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર બ્રિગેડના અભાવે દર વર્ષે આગની ઘટનામાં લોકો પાયમાલ :પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરતા હોય અને કપાસ સહિતના પાકનું વેચાણના રોકડા રૂપિયા તેમજ ઘરમાં મૂકેલા દાગીના સહિતની વસ્તુઓ આગમાં સ્વાહા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામના એક રહેણાંક મકાનમાં રાત્રિના સમયે આગ લાગતા ઘરનો તમામ સામાન અને રોકડ સહિત વસ્તુઓ આગમાં બળી જવા પામી છે
પ્રાપ્ત વિગતો અનુસાર સોમાભાઇ સોનજીભાઇ વસાવા (રહે. મીશન ફળિયુ, કનબુડી તા.દેડીયાપાડા. જી.નર્મદા) નાઓએ આપેલી જાહેરાત મુજબ તેમનું ઘર તથા પોતાના દિકરાનુ ઘર આજુબાજુમા આવેલ હોય અને તેઓ ઘરના દરવાજા બંધ કરીને રાત્રીના સમયે ઘરના આંગણામા પોતાની પત્ની સાથે સુતા હતા તે દરમ્યાન રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના સમયે કોઇ અગમ્ય કારણસર ઘર માં આગ લાગવાના કારણે તેમના દિકરાના રહેણાંક ઘરમાં મુકેલ સર સામાન તેમજ ઘર વખરી સામાન સંપુર્ણ બળી ગયો હતો. દેડિયાપાડા પોલીસે આ બાબતે નોંધ લઈ આગળની કાર્યવાહી કરી છે.
જોકે જાહેરાત આપનાર સોમાભાઇ વસાવાના જણાવ્યા મુજબ તેમના ઘર નો તમામ સામાન સાથે કપાસ સહિતના પાકના વેચાણના અને પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરતા હોય તેના રોકડા મળી રૂપિયા ૧.૩૫ લાખ રોકડા તથા રૂપિયા ૧.૫૦ લાખ ના ઘરેણા મળી કુલ રૂપિયા લગભગ ૧૨ લાખ નું નુકશાન થયું છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
