<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

નર્મદા જિલ્લા શ્રમ અધિકારીની લાલ આંખ: બંગલા ફળીયુ દેડીયાપાડામાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતા શ્રમ અધિકારી નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં કેટલીક એકમોમાં બાળ મજૂરીનો વેપલો ચાલતો હોય સમયાંતરે અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવે છે અને હાલમાં દેડિયાપાડા તાલુકામાં ચાલતા ઈંટોના ભટ્ટા પર બાળ મજુર પાસે કામ કરાવતા ભટ્ટા માલિક પર શ્રમ અધિકારીએ ફરિયાદ કરી છે.

   મળતી વિગતો અનુસાર અરવિંદભાઈ દેવજીભાઇ સેંતા, સરકારી શ્રમ અધિકારી ઇ.ચા. નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ બપોરના સમયે ઈંટના ભટ્ટાના માલીક ઘનશ્યામ દત્તાત્રેય ચવ્હાણ, ૬૪૮ મુ.પો. મંગરૂલ કુંભાર વાડા જલગાંવ ચોપડા મહારાષ્ટ્ર- નાઓ ની સંસ્થા-૧૧૧ બ્રિક્સ, બંગલા ફળીયુ દેડીયાપાડા જી, નર્મદા ખાતે એક તરૂણ શ્રમિક જોખમી વ્યવસાયનું કામ(ઇંટ ગોઠવાનું કામ અને ઇંટ આપવાનું કામ) કરાવતા હોવાથી તરૂણ શ્રમીકને આ સ્થળેથી મુક્ત કરાવી સ્થળ પર જરૂરી નિવેદનો લઇ તરુણ શ્રમિકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા-નર્મદા ખાતે મોકલી આપવામાં આવેલ છે. આમ નર્મદા જિલ્લા શ્રમ અધિકારીએ લાલ આંખ કરી બાળ મજૂરીના કાયદાનું પાલન નહીં કરનાર મલિક વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ કરતા અન્ય આવા બાળ મજૂરો ને રાખી કામ કરાવતા માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:18 PM IST)