<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

વલસાડમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કડક કાર્યવાહી: ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન

પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા લોકોમાં ભયનો માહોલ

વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પારડી પોલીસે તીઘરા ગામમાં બુટલેગરોના ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કર્યું છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ કાર્યવાહી અન્ય અસામાજિક તત્વો માટે એક ચેતવણીરૂપ બની રહેશે.

પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક રહીશોએ પોલીસની આ કાર્યવાહીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે આનાથી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ઘટશે

 

(11:59 PM IST)