તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th April 2025
વલસાડ પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી :મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ
મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ પાથરણા પાથરી વેપાર કરતા પાથરણા સંચાલકોમાં ફફડાટ ફેલાયો

વલસાડ શહેરમાં નગરપાલિકાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્યોની આગેવાનીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
દબાણ હટાવ શાખાના કર્મચારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ભયનો માહોલ સર્જાયો છે. નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય માર્ગો પર જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે, તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે
. નગર પાલિકાની ટીમે ટ્રાફિકને નડતર રૂપ દબાણ દૂર કરવાની કાર્યવાહીનો પ્રારંભ કરતા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ પાથરણા પાથરી વેપાર કરતા પાથરણા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
