<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો

અમદાવાદમાં ભગવાન જગન્નાથના મામેરાના યજમાન માટેનો ડ્રોમાં ચીઠ્ઠીમાં છ લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી આ વખતે જાગૃતિબેનનું નામ આવ્‍યું હતું

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા ની તૈયારીઓ છે તે હવે શરૂ થઈ જશે ભગવાનના રથયાત્રાની તૈયારી અખાત્રીજના દિવસથી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તે પહેલા ભગવાન જગન્નાથ મામેરાની તૈયારી શરૂ કરવામાં આવી છે મામેરા માટેના યજમાન બનવા માટે છ લોકોએ નામ લખાવ્યા હતા જેનું આજે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનું નામ જાહેર કરવામાં આવ્યું છે

સરસપુર રણછોડરાય મંદિરે ડ્રોની વિધિ કરવામાં આવી હતી. ચીઠ્ઠીમાં છ લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી. જેમાં વાસણામાં રહેતા જાગૃતીબેન ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

સરસપુર રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવવામાં આવ્યું છે કે 2025 ની 148 મી રથયાત્રાનાં મામેરા નાં યજમાન માટે નો ડ્રો કરવામાં આવ્યો સીઝએ રણછોડરાયજી મંદિર સરસપુર ખાતે ડ્રો થયો છે. મામેરાના યજમાન બનવા 6 લોકોએ નામ લખાવ્યું હતું ડ્રોમાં  જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે જાગૃતિબેન રાહ જોતા હતા. ભગવાન જગન્નાથ જીના મામેરૃ કરવાનો લાભ વાસણમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને મળશે. 8 વર્ષ બાદ જાગૃતિ બેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે

(1:55 PM IST)