હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્ક થતી ફોર વ્હીલ ગાડીઓથી ટ્રાફિક સમસ્યા હેડેક બની
ભૂતકાળમાં દબાણ હટાવવા શરૂ કરેલ ઝુંબેશ બંધ કરાઈ હતી: શહેરમાં યોગ્ય પાર્કિંગનો અભાવ અને સાંકડા માર્ગના કારણે ટ્રાફિક સમસ્યાથી લોકો હેરાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં વિકાસના કામો ભલે થઈ રહ્યા છે પરંતુ શહેરના સાંકડા માર્ગોને પહોળા કરવા તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી, ભૂતકાળમાં રસ્તા પહોળા કરવા કવાયત હાથ ધરાઈ હતી અને દબાણમાં જતા મકાનો, દુકાનો સહિતની જગ્યા પર માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકિય રોટલા શેકવા કેટલાક રાજકીય આગેવાનો એ દબાણ હટાવવાની હિલચાલ કરનાર અધિકારીની બદલી કરાવી હોવાની વાત સંભળાઈ હતી અને શહેરના વિકાસમાં રસ ધરાવનાર આ અધિકારીની બદલી બાદ પુનઃ સ્થિતિ ત્યાંની ત્યાજ રહી છે જેમાં આજે પણ ટ્રાફિક સમસ્યા થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.
વાત કરીયે રાજપીપળાના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ની તો ત્યાં માર્ગ સાંકડો છે અને ત્યાં આડેધડ પાર્ક થતી ફોર વ્હીલ ગાડીઓના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે જોકે શહેરમાં બનેલા કોમ્પલેક્ષો પૈકી મોટાભાગના કોમ્પલેક્ષ માં નિયમોનુસાર પાર્કિંગ વ્યવસ્થા નથી માટે કોમ્પલેક્ષ ની દુકાનો કે ઓફિસોમાં આવતા કર્મચારીઓ કે ગ્રાહકો પોતના વાહનો ક્યાં પાર્ક કરે એ મોટી સમસ્યા છે.
શનિવાર, રવિવારની રજામાં ખરીદી માટે આસપાસ ના ગામડા કે રાજપીપળામાંથી આવતા લોકો પોતાની ફોર વ્હીલર ગાડીઓ અંદર ના ભાગે જગ્યા નહી હોવાના કારણે બહાર મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરે છે અને આજે રવિવાર ના દ્રશ્યો આ તસવીર માં જોઈ શકાય છે જેમાં સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા ની સામે ની સાઇડ એ સફેદ ટાવર સુધી ઘણી બધી ફોર વ્હીલર ગાડીઓ પાર્ક કરેલી જણાય છે. તો આ પાર્કિંગ થી ટ્રાફિક સમસ્યા ચોક્કસ વધે છે.
જોકે એકબાજુ શહેર માં પાર્કિંગ ની વ્યવસ્થા નથી તો બીજી બાજુ ટાઉન પોલીસ આવા અધેધડ પાર્કિંગ માટે અનેકવાર વાહન ચાલકો પર કાર્યવાહી પણ કરે છે છતાં મજબૂરી માં આ પાર્કિંગ કરવું જ પડે છે. ભૂતકાળ માં અનેકવાર તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા મિટીંગો કરવામાં આવી અને તેમાં અમુક ચોક્કસ મેદાન માં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાની વાતો પણ મિટિંગ માં કરાઇ છતાં આ બાબતે કોઈજ પગલા નહી લેવાતા ટ્રાફિક ની સમસ્યા ત્યાંની ત્યાજ જોવા મળે છે.
ભૂતકાળ માં કલેક્ટર દ્વારા રાજપીપળા ના તમામ મુખ્ય માર્ગો પર આવતા દબાણો દૂર કરવા કામગીરી કરવામાં આવી હતી જેમાં સંતોષ ચાર રસ્તા થી હરસિદ્ધિ મંદિર થઇ કાળા ઘોડા અને સ્ટેશન રોડ સહિત ના સાંકડા માર્ગો પર ની દુકાનો અને મકાનો કે જે દબાણ કરતા હોય એ તમામ મિલકતો નો અમુક નડતરરૂપ ભાગ તોડવા માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં કેટલાક રાજકીય અગ્રણીઓ ની મિલકત પણ તૂટે તેમ હોવાથી રાજકીય દબાણ લાવી શહેર નો વિકાસ ઇચ્છતા કલેક્ટર ની બદલી કરાવી નાંખી હોવાની વાત સંભળાઈ હતી. અને વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યા હજુ પણ લોકો માટે હેડેક બની છે, વાહનો ની સંખ્યા માં સતત વધારો થયો છે વાહન લેનાર માલિકો પાસે પાર્કિંગ ની જગ્યા પણ નથી છતાં દેખાદેખી વાહનો લેતા હોય શહેર મા જાણે પગ મૂકવી મુશ્કેલ બની રહ્યો છે. જો હજુ પણ ક્યૂ ગંભીર બાબતે વિચારણા નહીં થાય તો આવનારો સમય આપણા સંતાનો માટે ભારે કપરો હશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
